
રાહુલ ગારી,ગરબાડા
ગરબાડા પંથકમાં ચાર જુદી-જુદી ઘરફોડ ચોરીમાં સામેલ છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી ને જેસાવાડા પોલીસે જેલભેગા કર્યોં
ઘરફોડ ચોરીના કુલ ચાર ગુનાઓમાં સંડોવાયેલો છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી જેસાવાડા પોલીસ
પ્રાપ્ત વિગતો અનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરાડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબ દાહોદ જિલ્લા ના પોલીસ સ્ટેશન વિસ્તારના શરીર સંબંધીત તથા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હતી જે સૂચનાના આધારે દાહોદ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જગદીશ બાગરવા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદ જે.એમ.ખાટ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી સાહેબ તથા સર્વલેન્સ કોડ ના માણસો રાહુલભાઈ નવલસિંહ અને મનોજકુમાર જશવંતસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે હકીકત મળેલ કે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ફરાર ગુનાર રજીસ્ટ્રેશન નંબર 171/19 ઇ પી.કો કલમ 497 / 380 /111 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી નામે સુર્મલભાઇ કાળુભાઈ પલાસ રહે બારીયા ફળિયુ છરછોડા તેના ઘરે હોવાની બાતમીના આધારે તેના ઘરે જઈ તપાસ કરતા આરોપી ઘરે હાજર મળી આવતા તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપીને પૂછપરછ કરતા આરોપી અમદાવાદ શહેરના ખોખરા પોલીસ સ્ટેશન મથકમાં ચાર ગુનાઓમાં નાસતો ફરતો હોવાનો જણાય આવેલ છે આમ જેસાવાડા પોલીસને ઘરફોડ ચોરીના કુલ 4 ગુનાઓમાં સંડોવાયેલ છેલ્લા ચાર વર્ષથી નાસ્તા પડતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે