
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ પર બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત
અકસ્માત ની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ
અકસ્માતમાં બાઈક પર સવાર બે ઈસમો પૈકી એકને ગંભીર ઈજા
ઈજાગ્રસ્તને સારવાર માટે 108 ની મદદથી સારવાર માટે દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના ગાંગરડી રોડ પર વાહન ચાલકોની ની ગફલત અને બેદરકારી ના લીધે સવાર-સવાર અકસ્માતો બનતા હોય છે જેમાં આજે વધુ એક ગરબાડા ગાંગરડી રોડ ઉપર નળવાઈ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઈક પર સવાર બે કિસ્સામાં પૈકી ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત ની જાણ થતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સ્થાનિક પોલીસની મદદથી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ઇસ અમને સારવાર માટે 108 ની મદદથી દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી