Monday, 14/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામેથી દેશી તમંચા સાથે એક યુવકને LCB પોલીસે ઝડપ્યો…

November 9, 2022
        2862
ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામેથી દેશી તમંચા સાથે એક યુવકને LCB પોલીસે ઝડપ્યો…

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામેથી દેશી તમંચા સાથે એક યુવકને LCB પોલીસે ઝડપ્યો…

 

ગરબાડા તાલુકાના ઝરીખરેલી ગામેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટના કટ્ટા સાથે દાહોદ LCB પોલીસે ઝડપી પાડ્યો છે.

 

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના પ્રસાર પ્રસારની કામગીરીમાં જોતરાઈ ગઈ છે તેવા સમયે દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ તે માટેની પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે મધ્યપ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગો ઉપરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા તેમજ કેશો શોધી કાઢવા માટે એલસીબી પોલીસ અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ ઉપર માહિતી મેળવવા માટે જુદી જુદી ટીમો બનાવીને નજર રાખવામાં આવી રહી હતી ત્યારે ગરબાડા તાલુકાના ઝરી ખરેલી ગામેથી એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેની ધનિસ્ટ પૂછપરછ કરતા LCB પોલીસને પકડાયેલા આરોપી દ્રારા જણાવાયું હતુંકે તેના પિતા સબલાભાઈ મુછાભાઈ બામણીયા ઘણા સમય પહેલા આ હથિયાર કયાંકથી લાવ્યા હતા તે હથિયાર કોની પાસેથી લાવ્યા તેની પકડાયેલા આરોપીને ખબર ન હતી ત્યારે LCB પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલા આરોપી લક્ષમણ સબલા બામણીયાની પાસેથી હાથ બનાવટનો ગેરકાયદેસર કટ્ટો કબ્જે કરી દાહોદ LCB પોલીસે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!