
રાહુલ ગારી, ગરબાડા
ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે મધ્ય પ્રદેશના ભાભરા ખાતે પોલીસની આંતરરાજ્ય બેઠક યોજાઈ..
બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
મીનાક્યાર ચેકપોસ્ટએ ગુજરાતને મધ્યપ્રદેશની જોડતી બોર્ડર છે
ભાભરા સર્કિટ હાઉસ આઝાદ નગર ખાતે યોજાયેલી બોર્ડર મિટિંગ યોજાઈ..
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 6 11 2022 ના રોજ ભાભરા સર્કિટ હાઉસ ખાતે આંતર-રાજ્ય સરહદી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક અલીરાજપુર મનોજકુમાર સિંગ તથા પોલીસ અધિક્ષક દાહોદ જિલ્લા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ આગામી પાંચ ડિસેમ્બર 2022 ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આંતર-રાજ્ય સહરદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સર્કિટ હાઉસ આઝાદ નગર ખાતે યોજાયેલી બોડર મિટિંગમાં સબ ડિવિઝનલ ઓફિસર પોલીસ દાહોદ જગદીશ બાગરવા ટ્રેન આઇપીએસ સબ ડિવિઝનલ ઓફિસર પોલીસ જોબટ નિરજ નામદેવ ગરબાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે.એલ.પટેલ જેસાવાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એન એમ રામી તેમજ ચંદ્રશેખ આઝાદ નગર સ્ટેશનના ઇન્ચાર્જ એસ આર જમરા ચોકીના ઇન્ચાર્જ બરઝાં યુની જયરામ વસુનીયા ચોકીના ઇન્તજાર સુનિલ દિલીપ માળી ઉપસ્થિત રહ્યા હતા અને સરહદી ગામડાઓમાં ગેરકાયદેસર દારૂ ગેરકાયદેસર સરહદી ગામડાઓમાં રહેતા અસામાજિક તત્વો પર નજર રાખવા,સરહદ ગામડાઓમાં ગેરકાયદેસર દારૂ, ગેરકાયદેસર હથિયારો અને અન્ય પ્રવૃતિઓમાં સંડોવાયેલા બદમાશો પર નજર રાખવા અને તેમની સામે પગલાં લેવા બોર્ડર ચેકપોસ્ટ પર વાહનોનું સતત સઘન ચેકિંગ સરહદી ગામોના ગુંડા તત્વો પર સતત નજર રાખી અટકાયતી પગલાં લેવા ફરાર આરોપીઓની યાદીનું સંકલન અને વિનિમય અને વોરંટની સેવા.અલીરાજપુર જિલ્લાની પોલીસ અને ગુજરાત રાજ્યના સરહદી પોલીસ સ્ટેશનો વચ્ચે સંકલન સ્થાપીને સંયુક્ત રીતે દરોડા પાડવા,આવશ્યક માહિતીનું સતત વિનિમય,
સરહદી ગામોના પરવાનાધારકો પર સતત તકેદારી રાખવા,
સરહદી ગામોમાં નિયમિત પેટ્રોલીંગ કાર્યવાહી હાથ ધરવી.
બોર્ડર સ્ટેશનના ઈન્ચાર્જ/આઉટપોસ્ટ ઈન્ચાર્જનું સંયુક્ત વોટ્સએપ ગ્રુપ બનાવવું.
અલીરાજપુરના પોલીસ અધિક્ષક શ્રી મનોજ કુમાર સિંઘે જણાવ્યું હતું કે સરહદી ગામડાઓ દ્વારા અસામાજિક પ્રવૃતિઓ પર નજર રાખવા અને અસામાજિક તત્વો પર અસરકારક કાર્યવાહી કરવાના હેતુથી આઝાદનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સાથે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના સરહદી પોલીસ સ્ટેશનના.. સરહદી બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેના પર સહમતિ બની હતી. ગુજરાત રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે આ મહત્વની આંતર-રાજ્ય સરહદી બેઠક યોજાઈ હતી, જેથી સરહદી રાજ્યના જિલ્લાઓમાં યોજાનારી ચૂંટણીઓ શાંતિપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે.