Monday, 14/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના વડવા ગામના જાગૃત નાગરિકે સરકારની યોજનાઓ અંગે આરટીઆઇ દ્વારા માહિતી માંગતા ચકચાર..

November 6, 2022
        854
ગરબાડા તાલુકાના વડવા ગામના જાગૃત નાગરિકે સરકારની યોજનાઓ અંગે આરટીઆઇ દ્વારા માહિતી માંગતા ચકચાર..

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડા તાલુકાના વડવા ગામના જાગૃત નાગરિકે સરકારની યોજનાઓ અંગે આરટીઆઇ દ્વારા માહિતી માંગતા ચકચાર..

 

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામ ના જાગૃત નાગરિક દ્વારા તેમના ગામમાં થયેલા સરકારશ્રી ની વિવિધ યોજનામાં થયેલા કામો ને લઈને તાલુકા વિકાસ અધિકારી ને દસ મુદ્દાઓ ને લગતી જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 અંતર્ગત માંગતા ખળભળાટ મચી જવા પામ્યો છે

 

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના વડવા ગામના જાગૃત નાગરિક નવલસિંહ મકના ભાઈ કટારા દ્વારા વડવા ગામના સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કેવડવા ગામમાં થયેલા જી.પી.ડી.પી. અંતર્ગત કામોની વર્ષ ૨૦૧૮ થી આજ દિન સુધીની તમામ કામોની યાદીની વર્ષ વાઈસ માહિતીની ઝેરોક્ષ નકલ આપવી . ( ૨ ) વડવા ગામમાં થયેલા એ.ટી.વી.ટી. અંતર્ગત કામોની વર્ષ ૨૦૧૮ થી આજ દિન સુધીની તમામ કામોની યાદી વર્ષ વાઈસ માહિતીની ઝેરોક્ષ નકલ આપવી . ( ૩ ) વડવા ગામમાં ટી.એસ.પી. યોજના અંતર્ગત થયેલા કામોની વર્ષ ૨૦૧૮ થી આજદિન સુધીની માહિતીની ઝેરોક્ષ નકલ આપવી.

૪ ) વડવા ગામમાં પાણી પૂરી અંતર્ગત થયેલા કાર્મોની વર્ષ ૨૦૧૮ થી આદિન સુધીની માહિતીની આ કલ આપવી . ( ૫ ) વડવા ગામમાં વિકાસશીલ પોજના અંતર્ગત થયેલા કામોની વર્ષ ૨૦૧૮ થી આજદિન સુધીની માહિનાની ઝેરોક્ષ નકલ આપવી . ( ૬ ) વડવા ગ્રામ પંચાયતનાં વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ સુધી થયેલા તમામ પ્રકારના કામોની માહિતીની ઝેરોક નકલ આપવી . ( ૭ ) વડવા ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ માં સામાન્ય સભામાં થયેલા તમામ કામોની ઠરાવોની ઝેરોક્ષ નકલ આપવી . ( ૮ ) વડવા ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ માં ગ્રામ સભામાં થયેલા તમામ કામોના કરાવોની માહિતીની ઝેરોક્ષ નકલ આપવી . ( ૯ ) વડવા ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ માં થયેલા તમામ કામોના વર્ક ઓર્ડરની માહિતીની ઝેરોક્ષ નકલ આપવી . ( ૧૦ ) વડવા ગામમાં સી.સી.ટી.વી. કેમેરાનું કઈ યોજના અંતર્ગત કામ કરવામાં આવેલ છે તથા સી.સી.ટી.વી. કેમેરા કઈ કંપનીના છે કઈકઈ જગ્યાએ કેમેરા લગાવેલા છે . કેટલા નંગ કેમેરા છે . સી.સી.ટી.વી. કેમેરામાં કુલ કેટલી રકમ ખર્ચ કરેલા છે તેની તમામ લેખિત માહિતીની નકલ આપવી . ઉપરોકત માહિતી આપશ્રીની કચેરીને લગતી હોઈ કાયદાથી પ્રતિબંધિત માહિતી નથી આ સાથે કોર્ટ ફી સ્ટેમ્પ રૂા . રo ચોટાડેલ છે જેવા થયેલા કામો વિસે તાલુકા અધિકારી પાસે માહિતી માંગતા તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં શબ્દતાનો માહોલ જોવા માળી રહ્યોં છે ત્યારે આગામી સમયમાં આ જાગૃત નાગરિક દ્વારા આર.ટી .આઈ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી દ્વારા જવાબ આપવામાં આવેછે કે પછી આગામી સમય માં કોઈ અન્ય કાયદેસર ની કાર્યવાહી કરવા માટે અપીલ કે એવા કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે હાલ જોવું રહ્યું આ સંદર્ભે જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારી ઉપરાંત ઉચ્ચ સ્તરીય સ્તરે અરજી કરવામાં આવેલ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!