રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના પાટાડુંગરી ખાતે ભીલ સમાજપંચની બેઠક યોજાઇ
ગરબાડા તા.02
ગરબાડા તાલુકાના પાટાડુંગરી મુકામે ભીલ સમાજ પંચ ગરબાડા ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 60 થી 70 જેટલા ગરબાડા તાલુકાના ભીલ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌના સ્વાગત પરિચય બાદ ગત મીટીંગ ની કાર્યવાહીની નોંધ વાંચી સંભળાવવામા આવી હતી જેને સૌ એ બહાલી આપી હતી. આજની આ બેઠક આગામી લગ્ન ની સિઝનમાં સમાજમાં ચાલતા કયા કયા રીત રીવાજો બદલી શકાય તેમજ દહેજ પ્રથા માં શું બદલાવ લાવી શકાય તે અંગેના મંતવ્યો મેળવવામાં આવ્યા હતા સૌ મિત્રો એ આ ચર્ચામાં બહુ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભીલ સમાજ પંચ નો વ્યાપ વધારવા માટે લીમખેડા તાલુકો ધાનપુર તાલુકો અને દાહોદ તાલુકા ને પણ આવરી લેવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું.
આ પ્રસંગે ભીલ સમાજ સેવા ટ્રસ્ટ ગરબાડા ના પ્રમુખ શ્રી શૈલેષભાઈ મખોડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમાજ પંચના આગેવાનો શ્રી દિનેશભાઈ ભાભોર તેમજ ચરણસિંહ કટારા એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા
