દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકો માટે સૌપ્રથમ વખત 3D શોનુ આયોજન કરાયું 

Editor Dahod Live
1 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકો માટે સૌપ્રથમ વખત 3D શોનુ આયોજન કરાયું 

ગરબાડા તા.27

આજ રોજ ગરબાડા તાલુકાના અભલોડ મુખ્ય પ્રાથમિક શાળામાં સરકારી શાળાના બાળકો માટે એક નવો જ અનુભવ થાય તેવું આયોજન તે જ પ્રાથમિક શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષક એવા પરમાર અશ્વિનભાઈ હીરાભાઈ તથા પરમાર સુમિત કુમાર પૂનમચંદ દ્વારા કરવામાં આવ્યો જેમાં તેમને તમામ સ્ટાફનો તથા આચાર્ય નો પૂરેપૂરો

સહયોગ મળ્યો જેમાં ધોરણ 1 થી 8 ના તમામ બાળકોને નવી જ ટેકનોલોજીથી માહિતગાર થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોને મજા આવે તેવા જંગલ સફારી તથા વિજ્ઞાનની અવનવી ઘટનાઓ જેવી કે પૃથ્વીની ઉત્પત્તિ, ડાયનોસર પાર્ક, સમુદ્રી સફર ,અંતરીક્ષની સફર, જેવા મુદ્દાઓ પર બાળકોને સરસ મજા ના શો નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટર એવા ગુપ્તા પ્રિયકાન્ત રમણલાલ તથા અભલોડ ક્લસ્ટર ના સી.આર.સી તંબોલીયા શૈલેષ કુમાર નારણભાઈ એ હાજર રહી આ શો નિહાળ્યો હતો. આવી નવી જ ટેકનોલોજી નું નિદર્શન કર્યા બાદ બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Share This Article