રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના મીનાક્યાર આંતરરાજ્ય બોર્ડર પરથી પોલીસે 32 હજાર ઉપરાંત તો વિદેશી દારૂ તેમજ ફોરવીલર ગાડી મળી સવા લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે ને દબોચ્યા
ગરબાડા તા.14
ગરબાડા તાલુકાના મીનાક્યાર બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં દારૂ ભરી જતા મધ્યપ્રદેશના 2 ને પોલીસે ઝડપી પાડ્યા હતા . ગરબાડા પોલીસે મીનાક્યાર બોર્ડર ઉપર વાહન ચેકિંગમાં હતા . તે દરમિયાન એમ.પી.ના સેજાડાવા ગામ તરફથી એક ઇકો ગાડી ઉભી રખાવી હતી . ગાડીમાં સવાર ડ્રાઇવર સહિત બે જણાંની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી આપતાં ગાડીની તલાસી લીધી હતી . જેમાં પાછળની શીટની નીચે ચોરખાનું બનાવી તેમાં લઇ જવાતી 32,207 રૂપિયાની દારૂની કુલ 154 બોટલ મળી આવી હતી . જથ્થો તથા હેરાફેરીમાં ઉપયોગમાં વપરાયેલી ઇકો ગાડી એક લાખની તથા બે મોબાઇલ 3,000 મળી કુલ 1,35,207 રૂપિયાના મુદ્દામાલ મધ્યપ્રદેશના જોબટના સાથે રાજુ નીહાલ અજનાર તથા રાજુ પ્રતાપસિંહ અજનારની ધરપકડ કરી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી .
