રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાની સમગ્ર ગ્રામ પંચાયતના VCE ના કર્મચારીઓ દ્વારા ગરબાડા મામલતદારને આવેદનપત્ર આપ્યું
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ દ્વારા મુખ્ય મંત્રી કાર્યાલાય તેમજ પંચાયત વિભાગને વારંવાર રજુઆતો કરતા તેમજ નિર્ણય ન થતા તા . ૨૧/૧૦/૨૦૨૧ ના રોજથી અચોકકસ મુદત અંગેના હડતાળ કાર્યક્રમ કરવાનો હતો જે કાર્યક્રમ સરકાર તરફથી બાહેધરી મળતા મોકૂફ રાખવામાં આવેલ હતો . ત્યારબાદ તા . ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ પંચાયત મંત્રી સાથેની બેઠક તથા તા . ૨૭/૧૦/૨૧ ના રોજ મુખ્ય મંત્રી સાથે થયેલ બેઠકમાં પંચાયત મંત્રી તથા મુખ્ય મંત્રીએ આપેલ બાહેધરીના આધારે કાર્યક્રમ મોકુફ રાખેલ હતો ત્યારબાદ ૮ મહિના થયા છતાં કોઇ નિર્ણય ના થતા ફરીથી ત ૦૪/૦૫/૨૦૨૨ ના રોજ પંચાયત મંત્રી સાથે બેઠક કરવામાં આવી હતી જેમાં પંચાયત મંત્રીએ કમિટી બનાવી તમામ માંગણીઓ બાબતે નિરાકરણ કરીશુ તેવી ફરીથી ખાત્રી આપવામાં આવી હતી પરંતુ આ બાબતે કોઈ નિરાકરણ ન આવતા ગરબાડા ઈ કોમ્પ્યુટર સાહસિક દ્વારા સ્થગિત હડતાળ ફરી શરૂ કરવા માટે મામલતદાર ને આવેદન આપી જાણ કરી હતી .
