ગરબાડા તાલુકાના ગોપાલક માલધારી સેના દ્વારા સુરતમાં માલધારીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર  

Editor Dahod Live
2 Min Read

 રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકાના ગોપાલક માલધારી સેના દ્વારા સુરતમાં માલધારીઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં મામલતદારને આવેદન પત્ર  

ગરબાડા તા.06

 ગરબાડા તાલુકાના ગોપાલક માલધારી સેના દ્વારા સરકારી તંત્રની માલધારી સેના પર અત્યાચાર કરવામાં આવ્યું છે જેમાં સુરતમાં ઢોર પકડવા પાર્ટી દ્વારા ઘરમાં બાંધી રાખેલા પશુઓને એસ આર પી પોલીસ સાથે રાખીને બળજબરી પૂર્વક માલધારી ના પશુઓ ને પશુ ગાડીમાં લઈ ગયા તેમ જ માલધારીની બેન દીકરીઓની પુરુષ પોલીસ સ્ટાફ દ્વારા બળ પ્રયોગ કરીને મહિલાઓને અટકાયત કરવામાં આવી જ્યારે આ સુરતમાં અમરોલી ડભોલીરોડ વેડરોડ માલધારી દ્વારા પશુઓને રાખવા માટે થયેલ બાંધકામ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ જાણ કર્યા વગર તથા માલધારી પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો જાણ કર્યા વિના પશુવાડા તોડી પાડ્યા છે જે ગેરવ્યાજબી છે જ્યારે આ ગરબાડા ગામના ગોપાલક માલધારી સેના દ્વારા આવેદનપત્ર ગરબાડા મામલતદાર ને આપીને મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવીએ જો તેમના સામે કોઈ કાર્યવાહીની કરવામાં નહીં આવે તો ગરબાડા ગામના ગોપાલક માલધારી સેના દ્વારા તેમના સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તથા સરકારનો બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું જ્યારે ગરબાડા ગામના ગોપાલક માલધારી સેના દ્વારા જણાવવામાં આવ્યું કે માલધારીઓનું ગાયો ભેસો પર જ ભરણપોષણ ચાલતું હોય માટે તે તેમને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવે અને આવી રીતના જાણ કર્યા વગર બારોબાર પશુઓને લઈ જવામાં નહીં આવે તેમ જણાવવામાં આવ્યું હતું

Share This Article