રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાની કન્યાશાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી
ગરબાડા તા.06
પ્રાપ્ત માહિતી અનુસાર આજ રોજ તાલુકા કન્યા પ્રાથમિક શાળા ગરબાડા ખાતે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિન નિમિત્તે શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર સ્વ શાસન દિવસની ઉજવણી નું સંચાલન વિદ્યાર્થીનીઓ દ્વારા વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું. શિક્ષક તરીકે શાળાની કુલ 22 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં આચાર્ય તરીકે ગારી યામીની બેન હરીશભાઈ એ ખુબ જ સુંદર ભૂમિકા નિભાવી હતી. ભાગ લીધેલ વિદ્યાર્થીનીઓ માંથી શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરવા બદલ 3 વિદ્યાર્થીનીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આમ શાળામાં ખૂબ જ હર્ષભેર શિક્ષક દિવસની ઉજવણી નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
