રાહુલ ગારી :- ગરબાડા
ગુનાખોરીને ડામવા પોલીસનો નવતર પ્રયોગ..ગરબાડા પોલીસ તેમજ શરાફ એસોસિયેશન વચ્ચે મીટીંગ યોજાઈ
કોઈ ગ્રાહક શંકાસ્પદ વસ્તુ વેચવા આવે તો પોલીસને ધ્યાન દોરવા અપીલ કરાઈ
સુરક્ષા અને સલામતી માટે દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવવા સૂચના અપાઈ…
ગરબાડા તા.01
ગરબાડા પંથકમાં ગુનાખોરીને અંકુશમાં લેવા માટે ગરબાડા પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો.જેમાં ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ દ્વારા ગરબાડા તાલુકાના સોની કામ સાથે સંકળાયેલા વેપારીઓની મીટીંગ બોલાવવામાં આવી હતી. જેમાં વેપારીઓને શંકાસ્પદ કે ચોરીની વસ્તુ કોઈ વેચવા આવે તો પોલીસને ધ્યાન દોરવા સુચના આપવામાં આવી હતી.અને કોઈપણ જૂની વસ્તુ વેચવા આવે તો તેનું બિલ ફરજિયાત માંગી માંગવું અને સાવચેતીના ભાગરૂપે દુકાનોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવા માટે સૂચના આપવામાં આવી હતી.
