ગરબાડા તાલુકાના જેસાવાડામાં ગણેશ મહોત્સવ ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

જેસાવાડા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ 

આવનાર દિવસોમાં ગણેશ ચતુર્થી તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

ગરબાડા તાલુકા ના જેસાવાડા પોલીસ મથક ખાતે પી.એસ.આઇ યુ.આર ડામોર ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આવનાર દિવસોમાં ગણેશ ચતુર્થીના તહેવાર ને અનુલક્ષીને ગણેશ મંડળના આયોજકો અને મૂર્તિઓ ના વેપારીઓની તેમજ હિંદુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો આજુબાજુ ગ્રામ પંચાયતના સરપંચો મિટિંગમાં હાજર રહ્યા હતા પી એસ આઇ યુ.આર ડામોર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ ચતુર્થી મહોત્સવની તહેવારની ઉજવણી કરવી તેમ જ કલેકટર ના જાહેરનામા મુજબ અમલવારી કરવા માટેની સૂચન કરેલ તેમજ નક્કી કરેલા રૂટ મુજબ ગણેશ વિસર્જન યાત્રા પસાર કરવી વગેરે બાબતોને સલાહ આપેલ

Share This Article