રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના અભલોડ ગામે ઉભેલા ટ્રેક્ટર માં પાછળથી બાઈક ભટકાતા લાગી આગ
બાઈક સવાર પૈકી એકને ઓછી વધતી જાઓ થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો.

ગરબાડા તાલુકાના અભલોડ ગામના તળાવ પાસે લીલુ ઘાસ ભરેલ ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉભુ હતું તે દરમિયાન ઉભેલા ટ્રેક્ટરના પાછળના ભાગે એક બાઈક સવાર ધડાકાભેર ટ્રેક્ટર સાથે પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને અચાનક જ બાઈક માં આગ લાગી ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ બાઈક પર સવાર બંને વ્યક્તિઓનો પૈકી એકને ઓછી વધતી ઈજા પહોંચી હતી ઘટના બનતા સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો તેમજ ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે દાહોદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો
ગરબાડા તાલુકાના અભલોડ માં ઉભેલા ટ્રેક્ટર માં બાઈક ટકરાતા બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી
