ગરબાડા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી,ગરબાડા

 

 

ગરબાડા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ 

 

પ્રાપ્ત માહિતી અનુસર ગરબાડા તાલુકા ની ગ્રામ પંચાયત ગરબાડા ખાતે હર ઘર તિરંગા કાયકર્મ ના આયોજન ના ભાગ રૂપે ગરબાડા તલાટી સંજયભાઈ અને ગ્રામ પંચાયત ના સરપંચ અશોકભાઈ રાઠોડ અને પટેલ સાહેબ ની અદયક્ષતા માં બેઠક યોજાઇ હતી જેમાં ગરબાડા તાલુકા માં દરેક ઘરે ત્રિરંગો લહેરાય અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે નાગરિકોમાં ઉચ્ચ ભાવના જન્મે, રાષ્ટ્રભાવના મજબુત થાય તેવા ઉદ્દેશથી તાલુકા માં હર ઘર ત્રિરંગા કાર્યક્રમ માટેનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આગામી તા. ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તાલુકા ના તમામ ઘરો, દૂકાનો, ઔદ્યોગીક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. આ બેઠકમાં તાલુકા સભ્ય સહિતના જનપ્રતિનિધિઓ તેમજ વેપારીમંડળના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

 

Share This Article