રાહુલ ગારી, ગરબાડા

તાલુકા કન્યા પ્રાથમિક શાળા ગરબાડા ખાતે મોબાઈલ એપ્લિકેશન બાળ સંસદ ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની કન્યાશાળા ખાતે બાળ સસદ ની ચૂંટણી યોજવામા આવી જેમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષક લીનાબેન કદોપરા અને ચૂંટણી કમિશનર ગાયત્રીબેન પ્રજાપતિ દ્વારા બાલ સસદ પેપર લેસ ચૂંટણીનો આગવુ આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણીની ખાસ વિશેષતા જોઈ એ તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પેપર લેસ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કુલ ૯૦ ટકા મતદાન થયું હતું આને કુલ 6વોર્ડ માથી 18 જેટલા ઉમેદવારો વિજેતા થયા શાળાના આચાર્ય શૈલાબેન બારીઆ દ્વારા વિજેતા ઉમેદારોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ભાગ ભજવનાર સૌ મિત્રોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો
