ગાંગરડીની બરોડા ગ્રામીણ બેંકમાં કનેક્ટિવિટી બંધ:પાંચ દિવસથી ગ્રાહકોને ધર્મ ધક્કા.

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગાંગરડીની બરોડા ગ્રામીણ બેંકમાં કનેક્ટિવિટી બંધ:પાંચ દિવસથી ગ્રાહકોને ધર્મ ધક્કા.

ગરબાડા તા.08

 

  ગરબાડા તાલુકાના ગાંગરડી ગામમાં એકમાત્ર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે આ બેંકમાં ગરબાડા તેમજ ધાનપુર તાલુકાના મળીને ૬૦ હજાર જેટલા  ખાતેદારો ના ખાતા આવેલા છે. ધાનપુર તાલુકાના ઘાટા વિસ્તારના બધા જ ગામના લોકો આ બેંકમાં લેવડદેવડ કરવા માટે ગાંગરડી આવે છે. તેમજ ગાંગરડી ગામના પણ વેપારીઓના ખાતા બેંકમાં આવેલા છે છેલ્લા પાંચ દિવસથી આ બેંકમાં નેટ કનેક્ટિવિટી ના હોવાના લીધે લોકોના ટોળે ટોળા બેંકની અંદર અને બહાર બેસેલા જોવા મળી રહ્યા છે. દૂર દૂરથી ખેડૂત  ખાતેદારો પાક ધિરાણ તેમજ અન્ય કામ માટે બેંકની લેવડ-દેવડ કરવા માટે ખર્ચીને આવે છે પરંતુ નેટબેન્કમાં કનેક્ટિવિટી ના હોવાના લીધે સવારથી સાંજ સુધી બેસીને જતા રહે છે હમણાં વાવણીનુ કામકાજ બગાડીને પણ ખેડૂતો ખાતર બિયારણ લેવા માટે પૈસા ઉપાડવા આવતા હોય છે ત્યારે આખો આખો દિવસ બેંકની બહાર બેસી રહેવું પડે છે. 

1

આ સંદર્ભે બેંક મેનેજર સાથે વાત કરતા તેમને જણાવ્યું છે કે કનેક્ટિવિટી નો પ્રોબ્લેમ છે અને ઉપલી કક્ષાએ પણ જાણ કરવામાં આવી છે… બ્રાન્ચ મેનેજર બરોડા ગુજરાત ગ્રામીણ બેંક

 

2

     ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા  ગામેથી પાક ધિરાણના પૈસા ભરવા માટે હું છેલ્લા ત્રણ દિવસથી બેંક પર આવું છું રૂપિયા 100 નું ભાડું ખર્ચીને આખો દિવસ બેસી રહેવાનું વારો આવ્યો છે જલ્દી થી કનેક્ટિવિટી શરૂ થાય એવી અમારી માંગ છે.

…..મથુરભાઈ રત્નાભાઇ અમલીયાર 

(ગાંગરડી ફળિયા ખેડૂત ખાતેદાર)

 

3

  હું દરરોજ દાદુર ગામ થી બેંક પર પૈસા ઉપાડવા છેલ્લા ચાર દિવસથી આટા મારું છું પણ બેંકમાં લેવડ દેવડ બંધ રહેતા મારું કામકાજ ચાર દિવસથી બગડી રહ્યું છે.

………મહેશભાઈ બારીયા ખાતેદાર

Share This Article