ગરબાડા માં બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિ બેઠક યોજાઈ.

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી, ગરબાડા

 

ગરબાડામાં બકરી ઈદના તહેવારને લઈને શાંતિ સમિતિ બેઠક યોજાઈ.

 

નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે શાંતિ સમિતિની બેઠકની સાથે-સાથે ફ્લેગ માર્ચ યોજાઈ..

 

 

હાલમાં સોશિયલ મીડિયામાં ધર્મ અને સંપદ્રાય વચ્ચે અભદ્ર ટિપ્પણીઓનો દોર ચાલી રહી છે. જેના પગલે થોડાક સમય પહેલા રાજસ્થાનમાં એક ટેલર ની હત્યા કરવામાં આવી છે. તેમજ મહારાષ્ટ્ર અમરાવતી માં પણ એક વ્યક્તિની હત્યાં કરવામાં આવી છે. જેના પગલે હાલ સમગ્ર દેશભરમાં સોશિયલ મીડિયામાં લોકો પોતપોતાની રીતે બળાપો કાઢી રહ્યા છે. જેના લીધે પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્ર તેમજ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર બારીક નજર રાખી શાંતિનો માહોલ ડહોળાઈ ન જાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ત્યારે અગામી બે દિવસ બાદ બકરી ઈદ નો તહેવાર આવતો હોવાથી ગુજરાત સહિત દાહોદનો પોલીસ તંત્ર પણ સજાગ બની શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઈદનો તહેવાર મનાવાય તે આ બાબતે ગંભીરતાથી જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા માં પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગરબાડા પી.એસ.આઇ જે.એલ.પટેલની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદના તહેવારને લઈ નગરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પત્રકારો, તેમજ સામાજિક કાર્યકર્તાઓ જોડે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તેમજ સાંજના સમયે પોલીસ દ્વારા ફ્લેગ માર્ગ યોજવામાં આવ્યો હતો જેમાં ગામના નગરજનો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.અને આગામી બકરી ઈદ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેની કાળજી રાખવા આહવાન કર્યું હતું.

Share This Article