રાહુલ ગારી, ગરબાડા
ગરબાડામાં અગાઉના ઝઘડાની અદાવતે એક વ્યક્તિનું મોટરસાયકલ સાથે અપહરણ કર્યા બાદ ઝાડ સાથે બાંધી ફટકાર્યો…
ગરબાડામાં યુવક સાથે બિહારવાળી થઈ:છોકરી ભગાડી ગયા બાદ થયેલા ઝગડાની અદાવતે યુવકનું ભરબજારે ચોકડી પરથી અપહરણ કરાયું…
પંથકમાં ગુનાખોરીનો વધતો ગ્રાફ:ગુનેગારોમાં પોલીસનો ભય નામશેષ થવાની કગાર પર…
પોલીસે ઘટના સબંધી ગુનો નોંધ્યો….
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં અગાઉના ઝઘડાની અદાવત રાખી એક વ્યક્તિને મોરસાઈકલ સાથે ઉઠાવી લઈ જઈ ઝાડ સાથે બાંધી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી ચે.
ગત તા.૩૦મી મેના રોજ ગરબાડા તાલુકાના નીમચ ગામે ઉચવાસ ફળિયામાં રહેતાં આશિષભાઈ વિરસીંગભાઈ આમલીયાર ગરબાડા નગરમાં આવેલ ભાભરા ચોકડી ઉપર ઉભા હતાં તે સમયે ત્યાં મોટરસાઈકલ લઈ આવેલ સંદિપ મેડા (રહે. ભાભરા રોડ, મખોડીયા ફળિયા, ગરબાડા, તા.ગરબાડા, જિ.દાહોદ) નાએ આશિષભાઈને બેફામ ગાળો બોલી આશિષભાઈના કાકાનો છોકરો સંદિપભાઈની બહેનને ભગાડી લઈ ગયો હતો તેની અદાવત રાખી આશિષભાઈને ગડદાપાટ્ટુનો માર મારી અને મોટરસાઈકલ પર બેસાડી નજીકમાં આવેલ એક ઝાડ સાથે બાંધી ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડતાં આ સંબંધે ઈજાગ્રસ્ત આશિષભાઈ વિરસીંગભાઈ આમલીયારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
