ગરબાડા તાલુકાના નેલસુર ગામે ઘરના આંગણામાં મીઠી નીંદર માણી રહેલા વૃદ્ધા પર ટ્રેક્ટર ચાલકે ટ્રોલી ચઢાવી:વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત..

Editor Dahod Live
1 Min Read

ગરબાડા તાલુકાના નેલસુર ગામે ઘરના આંગણામાં મીઠી નીંદર માણી રહેલા વૃદ્ધા પર ટ્રેક્ટર ચાલકે ટ્રોલી ચઢાવી:વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત..

દાહોદ તા.30

ગરબાડા તાલુકાના નેલસુર ગામે એક ટ્રેકટરના ચાલકે પોતાના કબજાની ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ઘરના આંગણે ખાટલામાં સુઈ રહેલ એક વ્યક્તિ ઉપર ટ્રેક્ટરની ટ્રોલી ચઢાવી દેતાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત નિપજયાનું જાણવા મળે છે.

ગત તારીખ ૨૮મી મેના રોજ ગરબાડા તાલુકાના નેલસુર ગામે રાઠોડ ફળીયામાં રહેતા હિરેનભાઈ ચીમનભાઈ રાઠોડે પોતાના કબજાના નું ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતો હતો તે સમયે પોતાના ઘરના આંગણે ખાટલામાં સુઈ રહેલ વાલચંદભાઈ ભુરાભાઈ રાઠોડ ઉપર ટ્રેક્ટરની ટ્રોલીનો પાછળ નો ભાગ ચડાવી દઈ શરીરે હાથે – પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલીક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમ્યાન ગતરોજ વાલચંદ ભાઈનું મોત નિપજતા આ સંબંધે ગરબાડા તાલુકાના નેલસુર ગામે ગામતળ ફળિયામાં રહેતા નરેશભાઈ વાલચંદ ભાઈ રાઠોડે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article