ગરબાડામાં પતિના ત્રાસથી વાજ આવેલી પરણિતાએ આયખું ટૂંકાવ્યું. પોલીસ ફરિયાદ નોંધાઈ..
દાહોદ તા.30
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં બે દિવસ પહેલા એક પરિણીતાએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધાનો બનાવ બન્યો હતો જેમાં ગત રોજ પરિણીતાના પિયર પક્ષ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર પતિના ત્રાસથી વાજ આવી પરણિતાએ પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તારીખ ૨૭મી મે ના રોજ ગરબાડા નગરમાં આવેલ મઢી ફળિયામાં રહેતી પ્રવિણાબેન એ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ સંબંધે પ્રાથમિક તબક્કે પોલીસે જે તે સમયે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે ગતરોજ પરિણીતા પ્રવિણાબેન ના પિયર માંથી શાંતાબેન પ્રતાપસિંહ ચૌહાણ (રહે. વાસિયાડુંગરી, ચૌહાણ ફળિયુ, તા. ધાનપુર જિ.દાહોદ) ના એ ગરબાડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર પ્રવિણાબેન અને તેનો પતિ જયેશભાઈ નાનજીભાઈ ભૂરા દ્વારા અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો અને આવા ત્રાસથી કંટાળી જઇ પ્રવિણાબેન એ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હોવાની ફરિયાદ ગરબાડા પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
