
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા માધ્યમિક શાળા ખાતે એમ.એફ કાપડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દાહોદ લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો..
ગરબાડા તા.01
સર્વ રોગ નિદાન કેમ્પ એમએફ કાપડિયા ચેરીટેબલ ટ્રસ્ટ દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ દાહોદ સીટી તેમજ પારુલ સેવાશ્રમ હોસ્પિટલ વાઘોડિયા ના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન માધ્યમિક શાળા ગરબાડા તારીખ 1 1 2023 ને રવિવારના રોજ સવારે 9:30 કલાકે બે ત્રીસ કલાક સુધી યોજવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી લાયન્સની રાષ્ટ્રધ્વજ વંદના લાયન સંજયભાઈ પ્રજાપતિ પ્રમુખ એબિલિટી દ્વારા કરવામાં આવી સ્વાગત પ્રવચન તેમજ કાર્યક્રમ ની માહિતી એમ જે એફ ડો યુસુફી કાપડિયા મેનેજિંગ ટ્રસ્ટી એમ એફ કાપડિયા ચેરીટેબલ ટ્રસ્ટ અને ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોનું બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ના વૈભવ શાહ દ્વારા હોસ્પિટલ વિશેની માહિતી આપવામાં આવી આ કાર્યક્રમના અધ્યક્ષ એમ જે એફ લાયન જેપી ત્રિવેદી ઈમીજીયેટ પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન એમ જે એફ લાઈન જેપી ત્રિવેદી મુખ્ય મહેમાન શ્રી મહેન્દ્રભાઈ ભાભોર ધારાસભ્ય ગરબાડા વિધાનસભા શ્રીમતી મનીષાબેન ગણાવા પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ગરબાડા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો આભાર વિધિ લા સેફી ભાઈ પીટોલવાળા ખજાનચી લાયન્સ ક્લબ સીટી દ્વારા કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલેશ લીમ્બાચીયા ડીસ્ટ્રીક ચેરમેન દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે લાયન તુલસી શાહ મંત્રી લાયન્સ ક્લબ સિટી સુરેશ ભૂરા, જયેશભાઈ નાયક ,મહંમદી ગરબાડાવાલા, અર્પિલ શાહ ,સિદ્દીક શેખ આ ઉપરાંત મોટી સંખ્યામાં લાઈન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સર્વે રોગ નિદાન કેમ્પમાં આશરે 1,000 લાભાર્થીઓએ લાભ લીધો હતો તેમને સાથે દવા પણ આપવામાં આવી હતી.