રાહુલ ગારી, ગરબાડા

રામદેવ મંદિર ગરબાડા ખાતે નિવૃત્ત કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ ગરબાડા તાલુકાના રામદેવજી મંદિર ખાતે ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા અને ગરબાડા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ ની ઉપસ્થિતિમાં ગરબાડા તાલુકાના વિવિધ ખાતાઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તાલુકાના વિવિધ ખાતાઓ માટે થયેલા 297 થી પણ વધારે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ નિવૃત્ત કર્મચારીઓના સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને સાલ ઓઢાવી હાર પહેરાવી તેઓનું અભિવાદન કર્યું હતું આ નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહમાં જમણવારની પણ પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ રાઠોડ તેમજ નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તમામ મહા અનુભવનો આભાર વ્યક્ત કર્યો હતો
