રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા:લૂંટધાડના છ ગુનામાં સંડોવાયેલા સાત વર્ષથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપી જેલભેગો કર્યો..
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામ ના 6 ગુનામાં સંડોવાયેલા 7 સાત વર્ષથી નાસતા-ફરતા આરોપી ધાનપુર તાલુકાના બિલિયા ગામ ખાતે ઝડપી પાડયો
ગરબાડા તા.26
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામના ધાડ લૂંટ તેમજ ચોરી ના ગુનામાં સડોવાયેલો અને ગુનાહિત માનસિકતા ધરાવતો કમલેશભાઇ માજુભાઈ ભુરિયા બેફામ થઈ સતત ગુનાહિત પ્રવૃતી સાથે જોડાઈ પોલીસની ચકમો સાત વર્ષથી નાસતો ફરતો હતો.જેમાં દાહોદ જિલ્લા પોલીસ એકશનમાં આવી જગદીશ બાગરવા મદદનીશ પોલીસ અદિક્ષકની સૂચના અનુસાર જેસાવાડા પોલીસે ધાડ,લૂંટ,ચોરીના ગુનામાં સંડોવાયેલો કમલેશ માજુભાઇ ભુરિયાને ધાનપુર તાલુકામાંથી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવહી કરી સળિયા પાછળ જેલ ભેગો કરી વધુ પુછપરછ હાથ ધરી છે
