Sunday, 13/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના કરોળિયા પૂર્વ ગામે જાહેરમાં જુગાર રમતા 5 શકુંનીઓને પોલીસે 22 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા

July 4, 2021
        1019
ફતેપુરા તાલુકાના કરોળિયા પૂર્વ ગામે જાહેરમાં જુગાર રમતા 5 શકુંનીઓને પોલીસે 22 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના કરોળિયા પૂર્વ ગામે જાહેરમાં જુગાર રમતા 5 શકુંનીઓને પોલીસે 22 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલ ભેગા કર્યા

ફતેપુરા તા.04

 ફતેપુરા તાલુકાના કરોળિયા પૂર્વ ગામે ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર ત્રાટકેલી પોલીસે રોકડ રકમ,5 મોબાઈલ ફોન તેમજ અન્ય સમાન મળી 22 હજાર ઉપરાંત ના મુદ્દામાલ સાથે 5 જુગારીયાઓની ધરપકડ કરી જેલભેગો કર્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા પોલીસને ઉચ્ચ અધિકારીઓ દ્વારા દારૂ – જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબુદ કરવાની સૂચના આધારિત ફતેપુરા પી.એસ.આઇ બરંડા અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.એસ.આઈ ને ખાનગી રાહે બાતમી મળેલ કે કરોડીયા પૂર્વ ગામે લાઈટના અજવાળે ઘરના પાછળ ખુલ્લામાં જુગાર રમાઇ રહેલ છે જે આધારે કરોળિયા પૂર્વગામે પહોંચી તપાસ કરતા સદર પાંચ ઈસમો પકડાઈ આવેલ છે તેમાં 1.નરસિંહ રામચંદ્ર ડીંડોર 2.પ્રકાશ લવજી તાવીયડ 3. જગદીશ વકજી ડીડોર 4. દશરથ રામચંદ્ર ડીડોર 5. ભમરસિંહ રામચંદ્ર ડીડોર આ પાંચ ઈસમો જુગાર રમતા ઝડપાઇ ગયેલ છે જેઓની અંગજડતી અને પત્તા ના હાથ પાર પાડેલ ચલણી નોટો મળી રૂપિયા 15390 અને મોબાઈલ નંગ 5 કિંમત 7000 મળી કુલ રૂપિયા 22390 અને જુગારના સાધનો સહિત પકડી પાડેલ છે જેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે ફતેપુરા પોલીસે ને ગણના પાત્ર ગુન્હો શોધવામાં સફળતા મળી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!