Sunday, 08/09/2024
Dark Mode

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદિવાસી મહિલા તબીબનું કોર્પોરેટર દ્વારા અપમાન કરવાના વિરોધમાં આવેદનપત્ર અપાયું.

September 18, 2022
        757
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદિવાસી મહિલા તબીબનું કોર્પોરેટર દ્વારા અપમાન કરવાના વિરોધમાં આવેદનપત્ર અપાયું.

બાબુ સોલંકી, સુખસર

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદિવાસી મહિલા તબીબનું કોર્પોરેટર દ્વારા અપમાન કરવાના વિરોધમાં આવેદનપત્ર અપાયું.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા મહિલા તબીબને કોર્પોરેટરે જબરજસ્તીથી પકડી બોટલમાં રહેલું ગંદુ પાણી પીવડાવી અણછાજતુ વર્તન કર્યું હતું.

 

કોર્પોરેટર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ તથા ભારતીય દંડસંહિતા અનુસાર સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી.

 

સુખસર,તા.17

 

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના આદિવાસી ડોક્ટર ડો.સોનલ પાંડોર નુ કોર્પોરેટર દ્વારા અપમાન કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધિને ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવમાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નરોડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા તબીબ ડો , સોનલ પાંડોરને ભાજપના કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમભાઈ પટેલ દ્વારા જબરદસ્તીથી મોં પકડીને બોટલમાં રહેલું ગંદું પાણી પીવડાવીને અણછાજતું વર્તન કરેલ છે .એક આદિવાસી મહિલા તબીબનું આ રીતે હળહળતું અપમાન કર્યા પછી મહિલા તબીબની પોલીસ ફરિયાદ લેવામાં પણ પોલીસ તંત્ર દ્વારા ઉદાસીનતા સેવવામાં આવેલ છે.અને સમય પસાર કરીને પરાણે પોલીસ ફરિયાદ નોંધવામાં આવેલ છે.પરંતુ અત્યાર સુધી આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી.સરકાર દ્વારા મહિલા સશક્તિકરણની અને આદિવાસીઓના કલ્યાણની મોટી મોટી વાતો કરવામાં આવે છે.અને વર્તમાનપત્રોમાં જાહેરાતો આપવામાં આવે છે.અને બીજી તરફ આદિવાસી મહિલા ઉપર સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા જાહેરમાં અત્યાચાર ગુજારવામાં આવે છે.ત્યારે સરકારની મહિલા સશક્તિકરણ અને આદિવાસી કલ્યાણની વાતો અને જાહેરાતો પોકળ અને ગેરમાર્ગે દોરનારી સાબિત થાય છે.આ સંજોગોમાં આદિવાસી સમાજ ફતેપુરા કસૂરવાર મ્યુનિસિપલ કોર્પોરેટર અને તેમના સાથીદારો દ્વારા આદિવાસી મહિલા તબીબ સાથે કરવામાં આવેલ દુર્વ્યવહારને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.અને કસૂરવાર સામે કોઇની પણ શેહશરમ રાખ્યા વિના ઝડપથી ધરપકડ કરી નિષ્પક્ષ તપાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ ( અત્યાચાર નિવારણ ) અધિનિયમ હેઠળ તથા ભારતીય દંડ સંહિતા અનુસાર સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તથા આવાં તત્વો સામે સમાજમાં દાખલારૂપ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી આદિવાસી સમાજ વતી આપસાહેબને વિનંતિ છે.તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.અને મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારી ઉપર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.આ સમયે દાહોદ જિલ્લાના માજી સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ,આદિવાસી ટાઇગર સેના ફતેપુરા તાલુકાના પ્રમુખ મેહુલભાઇ તાવીયાડ,તાલુકા ભારતીય ટ્રાઈબલ પાર્ટી પ્રમુખ મહેશભાઈ પારગી, સામાજિક કાર્યકર્તા રફીકભાઈ શૈખ સહિત કાર્યકર્તાઓ,આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!