
બાબુ સોલંકી :- દાહોદ
ફતેપુરા તાલુકાના સાગડાપાડામાં સામાન્ય બાબતે બોલાચાલીમાં ત્રણને ઇજા :ચાર આરોપી સામે ગુનો દાખલ.
ઊંચા અવાજે વાત કરવાના બહાને પત્થર તથા લાકડીઓ વડે હુમલો કર્યો હતો.
( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૮
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ગત મંગળવારના રોજ કુટુંબીઓ વચ્ચે ઊંચા અવાજે વાત કરવા સંબંધે તકરારમાં ચાર લોકોએ લાકડી તથા પથ્થરો વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.જે સંબંધે સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે નવા ઘરના ફળિયામાં રહેતા લક્ષ્મણભાઈ રૂપાભાઈ મછાર ખેતીવાડી દ્વારા ગુજરાત ચલાવે છે જેઓની સાથે ભુરાભાઈ તેરસીંગભાઈ મછારની સાથે બોલાચાલી થયેલ હતી જેની અદાવત રાખી મંગળવારના રોજ તેમનો કુટુંબી વિજુંનભાઈ ભુરાભાઈ મછાર તથા રમીલાબેન ભુરાભાઈ મછાર લાકડી લઇ લક્ષ્મણ ભાઈના ઘરે જઈ બિભત્સ ગાળો આપી કહેવા લાગેલા કે ગઈકાલે તમોએ અમારા માણસ સાથે ઊંચા અવાજે કેમ વાત કરી હતી અને તારી પત્ની હાલી બેન ને તું બોલાવવા તારી સાસરીમાં કેમ જતો નથી અને અમારા માથે ખોટું આળ મૂકે છે તેમ કહી વીજુનભાઈ મછાર એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંથી લાકડી લક્ષ્મણભાઈ મછારના માથાના ભાગે તથા કપાળના ભાગે ફટકા મારતા લોહીલુહાણ થઇ ગયા હતા અને ડાબા હાથે લાકડીનો ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડતા રૂપાભાઈ મછાર દોડી આવતા રમીલાબેન ભુરાભાઈ મછારનાઓએ તેમના હાથમાં પથ્થર રાખી જમણા કાન ઉપર તેમજ જમણી આંખના નીચેના ભાગે તેમજ ડાબા ખભા ઉપર મારી ઈજાઓ પહોંચાડેલ જ્યારે મલીબેનને પણ ડાબી આંખના નીચે ગાલ ઉપર પથ્થર મારી ઇજાઓ કરેલ.જ્યારે ભુરાભાઈ મછાર તેના હાથમાં ધારીયુ લઈ દોડી આવી જ્યારે તેજાભાઈ મછાર તેના હાથમાં લાકડી લઇ આવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આતંક મચાવી ગયેલા હતા.
ઉપરોક્ત તકરાર સંબંધે લક્ષ્મણભાઈ રૂપાભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા વીજુનભાઈ ભૂરાભાઈ મછાર, રમીલાબેન ભુરાભાઈ મછાર, ભુરાભાઈ તેરસીંગભાઈ મછાર તથા તેજાભાઈ તેરસીંગભાઈ મછારની વિરુદ્ધમાં આઈ.પી.સી.કલમ-૩૨૫,૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૨(૨)૧૧૪ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.