શબ્બીરભાઇ સુનેલવાલા ફતેપુરા
ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે કોમલ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ યોજાયો
ફતેપુરા તા.21
ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વમાં આજરોજ તારીખ 21/ 3 /2022ના રોજ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યવહારુ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું અને ધોરણ 10 ના વિદ્યાર્થીઓ દ્વારા પણ તેમના અભ્યાસકાળ દરમિયાન શાળા માંથી મળેલ શૈક્ષણિક અને જીવન લક્ષી માર્ગદર્શન વિશે પોતાના વિચારો મૂક્યા હતા અને શાળા માંથી વિદાય થતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી પરિવાર તરફથીતરફથી વિદ્યાર્થીઓને પેન આપી શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા