દાહોદ લાઈવ ની વૃધ્ધાશ્રમની મુલાકાત અને અન્ન દાન…

Editor Dahod Live
1 Min Read

દાહોદ તા.૧૨

Contents

“દાહોદ લાઈવ”ની વૃધ્ધાશ્રમની મુલાકાત અને અન્ન દાન...

શાંતિ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ,વૃધ્ધાશ્રમ દાહોદ ખાતે દાહોદ લાઈવના પત્રકારો મિત્રો દ્વારા દાળ,ચોખા,તેલ વિગેરે અનાજનું દાન કરવામાં આવ્યુ હતુ. દાહોદ લાઈવના તંત્રી તેમજ  જાડાયેલ પત્રકારો હાજર રહી વૃધ્ધાશ્રમની મુલાકાત પણ લીધી હતી.

“દાહોદ લાઈવ”ના તંત્રી, દાહોદ લાઈવમાં જાડાયેલ પત્રકાર મિત્રોએ એક ઉમદી ભાવના અને લાગણી સાથે વૃધ્ધો,બેસહારા તેમજ નિરાધાર લોકોનો તહેવાર ટાળે મદદ થઈ શકે તેવી ઉમદી લાગણી સાથે આજરોજ દાહોદ શહેરમાં આવેલ શાંતિ એકતા ચેરીટેબલ ટ્રસ્ટ વૃધ્ધાશ્રમ,દાહોદ ખાતે દાળ,ચોખા, તેલ વિગેરે અનાજ દાન કરવામાં આવ્યુ હતુ. આ સાથે સાથે આ વૃધ્ધાશ્રમની મુલાકાત પણ લીધી હતી.

Share This Article