જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ:ચાર તાલુકામાંથી 1296 શ્રમિકોને સ્પેશિયલ ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ તરફ રવાના કરાયાં
દાહોદ તા.૦૯
દાહોદ જિલ્લામાં ચાર તાલુકાઓના સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ ૧૨૯૬ જેટલા પરપ્રાંતિય શ્રમીકોને આજરોજ સરકારની લીલઝંડી મળતા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતેથી તેઓને સ્પેશીયલ ટ્રેન (અલીગઢ – યુ.પી)થી પોતાના વતન સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. દાહોદ આ ચાર તાલુકાઓમાંથી બસો મારફતે શ્રમીકોને દાહોદ રેલ્વે સ્ટેશનને લાવવામાં આવી રહ્યા છે અને તે પણ સોશીયલ ડિસ્ટન્સ તેમજ સેનેટરાઈઝર સહિતની સંપુર્ણ સુવિધાઓ તેમજ માર્ગદર્શન હેઠવ શ્રમીકોને ટ્રેનમાં બેસાડી યુપી ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.
કોરોના વાયરસની વૈશ્વીક મહામારી વચ્ચે સમગ્ર દેશભરમાં શ્રમીકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનના પ્રથમ તબક્કાથી ત્રીજા તબક્કા દરમ્યાન દાહોદ જિલ્લાના ચાર તાલુકાઓમાં રોકી રખાયેલા ૧૨૯૬ જેટલા યુ.પી.ના શ્રમીકોને તેઓના વતન સુધી પહોંચાડવાની કામગીરી આરંભી દેવામાં આવી છે. આજરોજ જિલ્લા ચાર જેટલા શ્રમીકોને ૪૫ બસો મારફતે દાહોદ રેલ્વે સ્ટેશને લાવવામાં આવ્યા હતા. આ શ્રમીકોને બસોમાં પર સોશીયલ ડિસ્ટન્ટસ જળવાઈ રહે તે રીતે બેસાડવામાં આવ્યા હતા. સાથે જ દાહોદ રેલ્વે સ્ટેશને આ શ્રમીકોને ઉતારતી વેળાએ સોશીયલ ડિસ્ટન્સ તેમજ સેનેટરાઈઝરની સંપુર્ણ સુવિધાઓ સાથે ટ્રેનમાં પ્રસધાન કરાવ્યું હતુ. વધુમાં જાણવા મળ્યા અનુસાર આ શ્રમીકો પાસેથી એક ટીકીટના રૂ.૪૯૫ વસુલવામાં આવી રહ્યા છે સાથે જ આ શ્રમીકોને રસ્તામાં ખાણીપીણીની ચીજવસ્તુઓની મુશ્કેલી ઉભી ના થાય તે માટે તમામ શ્રમીકોને બે ટાઈમનું જમવાની, ચાહ્ – નાસ્તો પણ પુરો પાડવામાં આવી રહ્યો છે. દાહોદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ થી આ અલીગઢ – યુ.પી.ની આ ટ્રેન સીધી યુપી જવા રવાના થનાર છે.