ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામની 17 વર્ષની ગર્ભવતી મહિલાનું અધૂરા માસે મૃત બાળકને જન્મ આપ્યા બાદ મોત..

Editor Dahod Live
1 Min Read

ધાનપુર તાલુકાના કાળાખુંટ ગામની 17 વર્ષની પરિણીત મહિલાનું પ્રસૂતિ બાદ મોત નિપજયાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.

દાહોદ તા.09

ધાનપુર તાલુકાના કાળાખુંટ ખોખરા ફળીયા ગામે બનવા પામ્યું હતું. જેમાં મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના બાટીવાડા ગામની મૂળ નિવાસી 17 વર્ષીય પરણિતા નયનાબેન ઝુઝારભાઈ ડામોર ને સાત માસનો ગર્ભ હોય દવા સારવાર ચાલતી હોઈ તેઓને ગતરોજ 7 મી ના રોજ પ્રસૂતિની પીડા ઉપડતાં તેઓને ગરબાડા ખાતેના ખાનગી હોસ્પીટલમાં લાવવામાં આવતા તેઓને મૃત બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ નયનાબેન ની હાલત ગંભીર બનતા તેઓને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો હતો

 આ બનાવ સંદર્ભે કાળાખુંટ ગામની પાર્વતીબેન ગલાભાઇ નિનામાએ ધાનપુર પોલીસ મથકે જાણ કરતા ધાનપુર પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Share This Article