ધાનપુર તાલુકાના આમલી મેનપુર સામેથી  એક યુવકે તેના મિત્રની મદદથી 15 વર્ષની સગીરાનું છકડામાં અપહરણ કરી મોરબી મુકામે લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું

Editor Dahod Live
2 Min Read

નીલ ડોડીયાર :- દાહોદ 

ધાનપુર તાલુકાના આમલી મેનપુર સામેથી  એક યુવકે તેના મિત્રની મદદથી 15 વર્ષની સગીરાનું છકડામાં અપહરણ કરી મોરબી મુકામે લઈ જઈ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું : બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધાયો 

દાહોદ તા.૦૮

 ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામેથી એક યુવકે પાતાના મિત્રની મદદથી છકડા રીક્ષામાં સવાર થઈ આવી એક ૧૫ વર્ષીય સગીરાને એકે પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ બળજબરીપુર્વક છકડા રીક્ષામાં બેસાડી બંન્નેએ ૧૫ વર્ષીય સગીરાનું અપહરણ કરી મોરબી મુકામે લઈ જઈ એકે સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

#paid pramotion

Contact us :- sunrise public school 

ગત તા.૩૧મી મેના રોજ ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે રહેતો નરવતભાઈ ઉર્ફે માંદો નવલાભાઈ બહનીયાએ પોતાના જ ગામમાં રહેતો પોતાની મિ૬ અરવિંદભાઈ માનસીંગભાઈ વહુનીયાની મદદથી છકડો રીક્ષા લઈ ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે આવ્યો હતો. આ દરમ્યાન ધાનપુર તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને ઉપરોક્ત બંન્ને જણાએ આમલીમેનપુર ગામેથી સગીરાને બળજબરીપુર્વક પોતાના ઓટો રીક્ષામાં બેસાડી અપહરણ કરી લઈ મોરબી મુકામે ખીજડીયા ગામે લઈ ગયાં હતાં જ્યાં નરવતભાઈ ઉર્ફે માંદાએ સગીરાને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ તેણીની સાથે બળજબરીપુર્વક સગીરાની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાે હતો. સગીરા જેમ તેમ કરી ઉપરોક્ત યુવકોના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી હતી અને ઉપરોક્ત ઘટના સંદર્ભે પરિવારજનોને વાત કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને આ સંબંધે સગીરાના પિતા દ્વારા ઉપરોક્ત બંન્ને યુવકો વિરૂધ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

—————————————

Share This Article