દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ લીમખેડા વચ્ચે રેલવે ટ્રેક નજીક યુવતીની અજાણી લાશ મળી આવતા પોલીસે શોધખોળ આદરી..

Editor Dahod Live
1 Min Read

મુનિન્દ્ર પટેલ :- પીપલોદ

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ લીમખેડા વચ્ચે રેલવે ટ્રેક નજીક યુવતીની અજાણી લાશ મળી આવતા પોલીસે શોધખોળ આદરી..

પીપલોદ તા.04

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ લીમખેડા વચ્ચે અજાણી યુવતીની લાસ્ટ રેલવે ટ્રેક પર મળી આવતા આ સંબંધે પિપલોદ પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો દાખલ થયો હતો. જોકે અજાણી યુવતીની ઓળખ ન થતા પોલીસ દ્વારા હાલ યુવતીના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકી તેની ઓળખ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લીમખેડા થી પિપલોદ રેલવે સ્ટેશન વચ્ચે તા. ૦૩/૦૪/૨૦૨૨ ના રોજ એક અજાણી બિનવારસી યુવતીની રેલવે લાઈન પાસેથી લાશ મળી આવી છે. બિનવારસી મરણ જનાર લાશનું વર્ણન.. આ અજાણી સ્ત્રી આશરે ૨૫ થી ૩૫ વર્ષ જેટલી છે. શરીરે મજબૂત બાંધાની રંગે ગોરી તેમજ શરીરે ચીકણી જેવા કલરનો ટોપ ( બુરખા ) જેવું પહેરેલું તેમજ કમરે સહી કલરની લેંગી પહેરેલી છે. આ અજાણી બિનવારસી લાશ નો હજુ સુધી કોઈ વાલી વારસો મળ્યો નથી. જે સંબંધ ને હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Share This Article