દે.બારિયા તાલુકાના નાનીઝરી ગામે ફોરવહીલ ગાડી ઝાડ સાથે અથડાઈ, એકનું મોત, બે ઈજાગ્રસ્ત
દાહોદ.૩૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નાનીઝરી ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ઝાડ સાથે ધડાકાભેર અથડાવતાં અંદર સવાર ચાલક સહિત ત્રણ જણાને શરીરે ઈજાઓ થતાં ત્રણ પૈકી એકનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ગત તા.૨૯મી ઓક્ટોમ્બરના રોજ હેમાંગ કુંજબિહારી કડીયા (રહે.દેવગઢ બારીઆ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) નો પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીમાં હિરેન વિનોદલાલ શાહ અને ધર્મેશભાઈને બેસાડી નાનીઝરી ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન રસ્તામાં વળાંકમાં અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી નજીકમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને જેને પગલે અંદર સવાર ઉપરોક્ત ત્રણેય જણાની શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થવા પામી હતી જે પૈકી હિરેન વિનોદલાલ શાહને ગંભીર ઈજાઓને પગલે તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે દેવગઢ બારીઆ નગરમાં સુથારવાડા ખાતે રહેતાં મિતેશકુમાર વિનોદલાલ શાહ દ્વારા પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————-
