રાજેશ વસાવે- દાહોદ
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લામાં હોળી, ધુળેટીના તહેવારને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા તહેવાર નિમિત્તે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલીંગ તેમજ કામગીરી હાથ ધરી નાસતા ફરતાં આરોપીઓ અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે દેવગઢ બારીઆ અને લીમખેડા પોલીસે છેલ્લા બે વર્ષથી પ્રોહીબીશનમાં નાસતા ફરતાં બે આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યાંનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેષ જાેયસરની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલ દાહોદ જિલ્લાની તમામ પોલીસ સઘન કોમ્બીંગ તેમજ ચેકીંગ હાથ ધરી રહી છે ત્યારે ગતરોજ દેવગઢ બારીઆ પોલીસ અને લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતાં બે આરોપીઓને પોલીસે તેઓના આશ્રય સ્થાને ઝડપી પાડી સફળતા મેળવેલ છે. સમગ્ર મામલે પોલીસે પોલીસે આરોપીઓને અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં છેલ્લા નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડવીની કામગીરીમાં આવનાર દિવસોમાં કેટલાં આરોપીઓને પોલીસ ઝડપી પાડશે તે જાેવાનું રહ્યું.
