Wednesday, 15/10/2025
Dark Mode

દેવગઢ બારીઆમાં આંગણવાડી બહેનના હક મુદ્દે વિવાદ :નોકરીમાંથી કાઢાયાની માહિતી બાદ આંગણવાડી કાર્યકરની તબિયત બગડતા સારવાર હેઠળ.!

August 7, 2025
        1020
દેવગઢ બારીઆમાં આંગણવાડી બહેનના હક મુદ્દે વિવાદ :નોકરીમાંથી કાઢાયાની માહિતી બાદ આંગણવાડી કાર્યકરની તબિયત બગડતા સારવાર હેઠળ.!

રિપોર્ટર : શેખ અબ્દુલ કાદિર

દેવગઢ બારીઆમાં આંગણવાડી બહેનના હક મુદ્દે વિવાદ :નોકરીમાંથી કાઢાયાની માહિતી બાદ આંગણવાડી કાર્યકરની તબિયત બગડતા સારવાર હેઠળ.!

અધિકારીઓના પગલાં વિરુદ્ધ આંગણવાડી બહેનોમાં રોષ, CDPO તરફથી સ્પષ્ટતા

આંગણવાડી બહેન કાર્યરત હોવા છતાં ભરતી યાદી બહાર આવી,કોઈ જાણ વિના નવી ભરતી પ્રક્રિયાથી દુખી થઈ

તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા હાલ તબિયત સ્થિર,CDPO તરફથી જાહેરાત – અધિકૃત ઓર્ડર હજુ આપવામાં આવ્યો નહતો

અન્ય બહેન પણ આવી સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું

દેવગઢ બારીઆમાં આંગણવાડી કાર્યકરને ફરજ ઉપરથી છૂટી કરવાની માહિતી મળતા જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ખળભળાટ.

દાહોદ તા.08

દેવગઢ બારીઆમાં આંગણવાડી બહેનના હક મુદ્દે વિવાદ :નોકરીમાંથી કાઢાયાની માહિતી બાદ આંગણવાડી કાર્યકરની તબિયત બગડતા સારવાર હેઠળ.!

દેવગઢ બારીઆમાં આંગણવાડી કાર્યકરને ફરજ ઉપરથી છૂટી કરવાની માહિતી મળતા જ  અચાનક તેની તબિયત લથડી હતી જેને લઈને  ખળભળાટ મચી જવા પામ્યો છે.જોકે આંગણવાડી કાર્યકર ચાલુ ફરજમાં હોવા છતાં કોઈપણ જાતની જાણ કર્યા વગર બારોબાર એ જગ્યા ઉપરની ભરતી પ્રક્રિયા હાથ ધરાવતા આંગણવાડી કાર્યકરને લાગી આવતા તેરી તબિયત બગડતા સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. 

દેવગઢબારિયા નગરમાં નાયકવાડા વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર 2 ના આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બતાવતા મેહર રેખાબેન પંકજભાઈ જે છેલ્લા કેટલાક વર્ષોથી આ આંગણવાડી કેન્દ્ર ઉપર ફરજ બજાવે છે ત્યારે ગતરોજ પણ તેઓ નિત્ય ક્રમ પ્રમાણે આંગણવાડી કેન્દ્ર ઉપર જય પોતાની કામગીરી પૂર્ણ કરી ઘરે આવેલા ત્યારે મોડી સાંજે સોશિયલ મીડિયા મારફતે તેમના મોબાઈલ ઉપર કોઈ ગ્રુપમાં તેમની જ આંગણવાડી ઉપર ખાલી જગ્યા પડી હોય અને આંગણવાડી કાર્યકરની ભરતી કરવા ની યાદી નો મેસેજ જોતા આ રેખાબેન ને કોઈપણ જાતની ઓફિશ્યલી જાણ કરવામાં ન આવી હોય અને બારોબાર તેમને છૂટા કરવામાં આવ્યા હોય તેવું તેમને જણાઈ આવતા તેઓને મનમાં લાગી આવતા તેની તબિયત અચાનક બગડી હતી. જેના પગલે તાબડતોડ રાત્રિના દેવગઢબારિયા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓને તાત્કાલિક સારવાર મળતા હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું જણાય આવેલ છે જ્યારે આ બનાવની જાણ અન્ય આંગણવાડી કાર્યકર બહેનોને થતા તાલુકામાંથી તમામ આંગણવાડી કાર્યકર બહેનો દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવેલી ત્યારે આ બનાવને લઈ તાલુકા આંગણવાડી પ્રમુખ સહિત જિલ્લા આંગણવાડી મંડળના પ્રમુખ પણ દેવગઢબારિયા ખાતે દોડી આવેલા આ રેખાબેન ની સાથે અન્ય એક બહેન ને પણ આવી જ રીતે છૂટી કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે ત્યારે તમામ બહેનોમાં તેમના અધિકારી ને લઈ રોષ જોવા મળી રહ્યો છે.જોકે હાલ દેવગઢબારિયા સી.ડી.પી ઓ દ્વારા અવારનવાર આંગણવાડી કાર્યકરોને ટોર્ચર કરી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે ત્યારે આ બાબતે સી.ડી.પી.ઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે અમારી ઓફિસ દ્વારા કરવામાં આવ્યો નથી અને તેઓને છુટા કરવાનો લેખિતમાં ઓર્ડર અમે તૈયાર રાખ્યો હતો અને આજે તેમને ઓર્ડર આપવાના હતા ત્યારે ખરેખર આ બહેનોને કોઈપણ જાતની નોટિસ કે જાણ કર્યા વગર જ બારોબાર છુટા કરવાનો ઓર્ડર કરવાનો હતો તે સાચી હકીકત હોવાનું બહાર આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!