બાબુ સોલંકી :- સુખસર
એન્ડ ઉચ્ચ માધ્યમિક શાળા પેથાપૂર હાઈસ્કૂલમાં કારકિર્દી માર્ગ દર્શન શિબિર યોજાઈ*
*ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ અભ્યાસ પછી કારગિલ યોગ્ય પસંદગી કરી શકે તેવા હેતુથી માર્ગદર્શન અપાયું*
સુખસર,તા.23
શ્રી માધ્યમિક એન્ડ ઉચ્ચ. માધ્યમિક શાળા પેથાપૂર ખાતે કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અંગે યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે તેમજ કારકિર્દીને લગતી તમામ માહિતી પૂરી પાડવા તેમજ વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવા આ કાર્યક્રમનું (Career Guidance Pragramme) આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમજ શિક્ષકોને ખૂબ જ ઉપયોગી અને જરૂરી માહિતી મળે છે.અને કારકિર્દીની ચિંતા પણ ઓછી થાય છે.ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ પછી કારકિર્દીની યોગ્ય પસંદગી કરી શકે તેવા હેતુથી આચાર્ય ચેતનકુમાર એમ. પ્રજાપતિની પ્રેરણાથી કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી.આ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જોડાયા હતા.વિદ્યાર્થીઓને રોજગારીની તકો ની ઝાંખી કરાવતા ઇનચાર્જ આચાર્ય કે.એલ.પ્રજાપતિ નાઓએ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી.જ્યારે શાળા તેમજ વિદ્યાર્થીઓના હિતમા સતત ચિંતનશીલ એવા કારકિર્દી માર્ગદર્શનના કો.ઓ.અને વક્તા ડૉ.જયંત પરમાર દ્વારા જણાવ્યું હતું કે,કારકિર્દી માર્ગદર્શનના કાર્યક્રમો સૌને માટે નવી દિશા,નવું ફલકની વિભાવના લઈને આવ્યો છે.શાળાના વિદ્યાર્થીઓ સ્વનિર્ભર બને અને રોજગારીનું પ્રમાણ વધે અને પોતાના પગભર થાય તેવા હેતુથી વિવિધ વિભાગોના સંયોજનથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું જણાવ્યુંહતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન રિતેશભાઈ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતું.