દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોએ સદી વટાવી:આજે નવા 100 કેસોના ધડાકા સાથે કોરોના સંક્રમણ બેકાબુ બન્યો:વધુ 8 લોકોએ જીવ ગુમાવ્યો..

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોએ સદી વટાવી:આજે નવા 100 કેસોના ધડાકા સાથે કોરોના સંક્રમણ બેકાબુ બન્યો:વધુ 8 લોકોએ જીવ ગુમાવ્યો
  • દાહોદ શહેર તેમજ તાલુકા મથક પર કોરોનાના કેસોમાં લીધે પરિસ્થિતિ વણસી:દાહોદ શહેર સહીત તાલુકામાંથી સાગમટે 34 કેસો નોંધાયા
  • ઝાલોદ તાલુકામાં પણ કોરોના કાળો કેર વર્તયો:ઝાલોદ નગર તેમજ આસપાસના વિસ્તારોમાંથી 28 નવા કેસો નોંધાતા ખળભળાટ 

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લામાં આજે કોરોનાએ સેન્ચુરી પાર કરી દીધી છે. આજે એકજ દિવસમાં ૧૦૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાવાં પામ્યાં છે. દાહોદ જિલ્લાની પરિસ્થિતિ દિનપ્રતિદિન કોરોના સંક્રમણ મામલે વણસી રહી છે. રોજે રોજ કોરોના સંક્રમણના કેસોમાં બમણો વધારો થતાં જાેવા મળી રહ્યો છે અને તે સાથે દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો કોરોના સંક્રમણથી અત્યંત પ્રભાવિત હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. આજે કોરોનાથી કુલ ૦૮ દર્દીઓના મોત થયાં છે.

આર.ટી.પી.સી.આર.ના ૧૧૮૨ પૈકી ૬૨ અને રેપીટ ટેસ્ટના ૨૩૦૨ પૈકી ૩૮ મળી આજે કોરોનાએ દાહોદ જિલ્લામાં સદી ફટકારી દીધી છે. આ ૧૦૦ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૬, દાહોદ ગ્રામ્યમાંથી ૧૮, ઝાલોદ અર્બનમાંથી ૧૦, ઝાલોદ ગ્રામ્યમાંથી ૧૮, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૪, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૪, લીમખેડામાંથી ૦૩, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૧૧, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૫ અને સંજેલીમાંથી ૦૪ કેસનો સમાવેશ થાય છે. આજે વધુ ૦૮ દર્દીઓએ કોરોનાથી દમ તોડતાં જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુ આંક ૧૮૪ ને પાર કરી ચુંક્યો છે. આજે એક સાથે ૪૮ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી જ્યારે વધતાં કેસોને કારણે એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૫૯૪ થઈ ગઈ છે.

———————————–

Share This Article