દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર LCB ના દરોડા…

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર LCB ના દરોડા…

 

 

દાહોદ તા.૩૧

 

દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ખાતે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે દારૂની ભઠ્ઠી ઉપરથી દેશી બનાવવાની સાધન સામગ્રી તેમજ દેશી દારૂનો જથ્થા સાથે બે મહિલાઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

 

બોટાદ જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ૫૭ જેટલાં લોકોના ભોગ લેવાયા છે જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. સમગ્ર ગુજરાતમાં હાલ દેશી દારૂ સહિત વિદેશી દારૂની હાટડીઓ પર પોલીસે એક્શનના પગલાં લઈ કાર્યવાહી કરી રહી છે ત્યારે સફાળે જાગેલી પોલીસ તંત્ર સમગ્ર ગુજરાતમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી ખાના પૂર્તિ કરી રહી છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ પોલીસ દ્વારા દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર દરોડો પાડવાનું શરૂ કર્યું છે ત્યારે આજરોજ દાહોદ એલસીબી પોલીસે દાહોદ તાલુકાના ગલાલિયાવાડ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર ઓચિંતા દરોડો પાડતા નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા પોલીસે દરોડા દરમિયાન દેશી મહુડાનો દારૂ, દેશી દારૂ ભરેલા કારબા, દેશી દારૂ બનાવવાની દેગડીઓ, દેશી દારૂ બનાવવાના માટલાઓ તેમજ દેશી બનાવવાની સાધન સમગ્રીઓ સાથે ગલાલીયાવાડ ખાતે નહેર ફળિયામાં રહેતાં નંદાબેન બલુભાઈ બિલવાળ અને લીલાબેન રાજેશભાઈ બિલવાળની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી કરી બી. ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપવામાં આવી હતી.

 

 

Share This Article