મધ્યપ્રદેશમાં અને અટક વાહનચોરી તથા દાળ લૂંટ જેવા ગંભીર ગુનાના આરોપીને દાહોદ LCB પોલીસે ચોરીની ફોરવીલર સાથે ઝડપી જેલ ભેગો કર્યો..

Editor Dahod Live
2 Min Read

સુમિત વણઝારા

 

મધ્યપ્રદેશમાં અને અટક વાહનચોરી તથા દાળ લૂંટ જેવા ગંભીર ગુનાના આરોપીને દાહોદ LCB પોલીસે ચોરીની ફોરવીલર સાથે ઝડપી જેલ ભેગો કર્યો..

દાહોદ તા.૨૦

 

મધ્યપ્રદેશ રાજ્યના અનડીટેક્ટ વાહન ચોરી તથા લુંટ, ધાડ તથા પાંચ હજારના ઈનામી જેલ ફરારી તેમજ દાહોદ જિલ્લાના બે ગુનામાં નાસતો ફરતો કુખ્યાત આરોપીને ચોરીની તુફાન ગાડી સાથે દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને તેમજ વિવિધ ગુન્હાઓના ભેદ ઉકેલવાની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પેટ્રોલીંગમાં હતાં તે સમયે એક તુફાન ગાડીનો ચાલક તુફાન ગાડી લઈ મીનાક્યાર બાજુથી ગરબાડા તરફ ચોરીની ગાડી લઈ આવતાં પોલીસે પાટીયાઝોલ ગામે નાકાબંધી કરતાં તુફાન ગાડીના ચાલકે ગાડી સ્થળ ઉપર મુકી નાસવા જતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેનું નામ પુછતાં ચાલકે પોતાનું નામ રાવજી છત્રસીંગ ગણાવા (રહે. સણદા, કટારા ફળિયું, તા.ચંન્દ્રશેખ આઝાદનગર, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. પોલીસે ઝડપાયેલ ચાલકની સઘન પુછપરછ કરતાં આ તુફાન ફોર વ્હીલર ગાડી ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે ઝડપાયેલ ઈસમ પાસેથી એક મોબાઈલ સહિત ગાડી મળી કુલ રૂા. ૩,૦,૫૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યાેં હતો. મળતી માહિતી પ્રમાણે આ ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ દાહોદ જિલ્લાના ગરબાડા સહિત મધ્યપ્રદેશના પોલીસ સહિત કુલ ૪ ગુનાઓ નોંધાંયેલ છે. 

 

Share This Article