દાહોદમાં ૪૨ વર્ષીય વ્યક્તિ આગામી કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું….

Editor Dahod Live
1 Min Read

દાહોદમાં ૪૨ વર્ષીય વ્યક્તિ આગામી કારણોસર ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું….

દાહોદ તા.૦૮

દાહોદ શહેરના અનાજ માર્કેટની પાસે એક ૪૨ વર્ષીય વ્યક્તિએ અગમ્યકારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં વ્યક્તિને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન વ્યક્તિનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૩ જુલાઈના રોજ દાહોદ શહેરમાં ગરબાડા રોડ ખાતે સહકાર નગરમાં વિદ્યાધામ સોસાયટીમાં રહેતાં ૪૨ વર્ષીય કલ્પેશ અરવિંદભાઈ પંચાલે દાહોદ શહેરમાં આવેલ અનાજ માર્કેટની પાસે આવેલ જૈન દેરાસરની સામે ખુલ્લામાં કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગેની જાણ પરિવારજનો તેમજ સ્થાનીક લોકોને થતાં તાત્કાલિક કલ્પેશભાઈને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન કલ્પેશભાઈનું ગતરોજ મોત નીપજતાં આ સંબંધે ગરબાડા રોડ, સહકાર નગર, વિદ્યાધામ સોસાયટીમાં રહેતાં અરવિંદભાઈ કચરાજી પંચાલે દાહોદ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

————————–

Share This Article