દાહોદમાં તું તારા પતિ જોડે છૂટાછેડા લઈ લે, હું લગ્ન કરીશ તેવી લાલચ આપી ૩૬ વર્ષીય પરિણીતા જોડે યુવકે દુષ્કર્મ આચર્યું..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદમાં તું તારા પતિ જોડે છૂટાછેડા લઈ લે, હું લગ્ન કરીશ તેવી લાલચ આપી ૩૬ વર્ષીય પરિણીતા જોડે યુવકે દુષ્કર્મ આચર્યું..

 

દાહોદ તા.12

 

દાહોદ તાલુકાના ઉસરવાન ગામે એક ૩૬ પરણિતાને યુવતીને એક યુવક દ્વારા એક પરણિતાને પત્ની તરીકે રાખવા સારું એક યુવકે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.

 

દાહોદ તાલુકાના વરમખેડા ગામે પટેલ ફળિયામાં રહેતો મુકેશભાઈ મડિયાભાઈ દાહોદ તાલુકા માં રહેતી એક ૩૬ વર્ષીય પરિણીતા ને હું તને પત્ની તરીકે રાખીશ અને તું તારા પતિથી છૂટાછેડા લઈ લે, કહી પત્ની તરીકે રાખવા સારુ લલચાવી અવારનવાર પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધી અવાર નવાર દુષ્કર્મ આચરતા અને તું મને છોડી દઈશ તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા બળાત્કારનો ભોગ બનેલ પરિણીતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article