Thursday, 28/03/2024
Dark Mode

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે બાઈક સ્લીપ ખાતા રાજસ્થાનના આશાસ્પદ યુવાનનું મોત..

March 1, 2022
        415
ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે બાઈક સ્લીપ ખાતા રાજસ્થાનના આશાસ્પદ યુવાનનું મોત..

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે બાઈક સ્લીપ ખાતા રાજસ્થાનના આશાસ્પદ યુવાનનું મોત..

ઝાલોદ તા.01

ઝાલોદ તાલુકાના ચાકલીયા તળાવ ફળિયા પાસે રાજસ્થાન થી આવી રહેલા બાઈક ચાલકની બાઈક સ્લીપ ખાતા બાઇક સવાર નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.

મળતી માહિતી અનુસાર રાજસ્થાનના બાસવાડા જિલ્લાના સજ્જનગઢ રાવત ફળિયાના રહેવાસી કોમનભાઈ મડીયાભાઈ ડામોર પોતાના કબજાની RJ.03.SY.8743 નંબરની મોટરસાયકલ લઈ રાજસ્થાન થી ગુજરાત તરફ આવી રહ્યા હતા. તેં સમયે ઝાલોદ તાલુકાના ચાકલીયા તળાવ પાસે કોમનભાઈ ભુરીયાએ અચાનક સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ જતા કૉમનભાઈ જમીન પર પટકાતા તેઓના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

 ઉપરોકત બનાવ સંદર્ભે પોકેટ કેપ ના આધારે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!