સુખસર તાલુકાના ટાઢીગોળી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસર તાલુકાના ટાઢીગોળી પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

સુખસર,તા.11

દાહોદ જિલ્લાના સુખસર તાલુકામાં આવેલી ટાઢીગોળી પ્રાથમિક શાળા ખાતે આજરોજ તારીખ ૧૧ એપ્રિલ, ૨૦૨૬ના દિવસે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય અને શુભેચ્છા સમારોહ ખૂબ જ ભાવભીના વાતાવરણમાં યોજાયો હતો.

        કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને સંબોધતા તેમના ભાવિ જીવન માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ઉજ્જવળ કારકિર્દી માટે આશીર્વાદ પાઠવ્યા હતા. શિક્ષકોએ શાળા સાથેના વિદ્યાર્થીઓના આઠ વર્ષના સંભારણાં યાદ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.આ પ્રસંગે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.તેમણે શાળામાં વિતાવેલા સમય, શિક્ષકો તરફથી મળેલું શિક્ષણ અને સંસ્કારો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

          કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દ્વારાપ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, “વિદાય એ અંત નથી પરંતુ નવા સોપાનની શરૂઆત છે.” તેમણે વિદ્યાર્થીઓને શિસ્ત અને મહેનત સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી.

સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આચાર્યના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ સાથે મળીને સમુહ ભોજન લીધું હતું.અને ત્યારબાદ ભીની આંખે વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી.

Share This Article