દાહોદ પાલિકા ચૂંટણીમાં ભાજપની ટિકીટ ફાળવણીમાં અનેક જાતિઓને પ્રતિનિધિત્વ

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ પાલિકા ચૂંટણીમાં ભાજપની ટિકીટ ફાળવણીમાં અનેક જાતિઓને પ્રતિનિધિત્વ

દાહોદ તા. ૧૧

દર વખતની માફક આ વખતે પણ ટિકીટ માંગણી અને ફાળવણીની પ્રક્રિયામાં Bharatiya Janata Party દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદી પર રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જાહેર થયેલી સૂચિ પર નજર કરીએ તો વણિક, જૈન, મોઢ વણિક, સિંધી, આદિવાસી, વણકર, ડબગર, પ્રજાપતિ, માળી, પટેલીયા, ધોબી, મારવાડી, ખ્રિસ્તી, વ્હોરા, મુસ્લિમ, ઘાંચી, બ્રાહ્મણ, પંચાલ, સાંસી, ભરવાડ, દરજી તેમજ અનુસૂચિત જાતિ સહિત અનેક જાતિ અને પેટાજાતિના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું હોવાનું જોવા મળે છે.

રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો આ યાદીમાં મોટા ભાગે નવા ચહેરાઓનો સમાવેશ થયો છે. રાજકારણની “સ્કૂલ” માટે નિશાળિયા ગણાય તેવા ઘણા ઉમેદવારોને પણ આ વખતે તક આપવામાં આવી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

સ્થાનિક રાજકારણમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે કેટલાંક ઉમેદવારો તો ક્યારેય Dahod થી Limkheda સુધીની ટિકીટ માટે લાઈનમાં પણ ઉભા ન રહ્યા હોય, તેવા લોકોને પણ આ વખતે પાલિકાની ટિકીટ મળતાં ઘણા જૂના દાવેદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક કાર્યકરોમાં એવું માનવું હતું કે “પાલિકાની ટિકીટ તો મારા અથવા મારા પરિવારનો પારંપરિક હક છે”, છતાં આ વખતે તેઓને ટિકીટ ન મળતા ચર્ચા અને અસંતોષના સ્વર પણ સાંભળવા મળી રહ્યા છે.

આ રીતે ભાજપની ટિકીટ ફાળવણીમાં નવા ચહેરાઓ અને વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ થયો હોવાની ચર્ચા વચ્ચે, ટિકીટથી વંચિત રહેલા દાવેદારોમાં પણ નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Share This Article