ફતેપુરા તાલુકામાં ઉમેદવારોનો શક્તિ પ્રદર્શન, સમર્થકો સાથે રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભરાયા* *ભાજપ,કોંગ્રેસ તથા આપ પાર્ટીના ઉમેદવારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉમેદવારી ફોર્મની કાર્યવાહી કરી*

Editor Dahod Live
1 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકામાં ઉમેદવારોનો શક્તિ પ્રદર્શન, સમર્થકો સાથે રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભરાયા*

*ભાજપ,કોંગ્રેસ તથા આપ પાર્ટીના ઉમેદવારોએ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉમેદવારી ફોર્મની કાર્યવાહી કરી*

સુખસર,તા.10

  ફતેપુરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે.આજે ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભવ્ય રોડ શો યોજી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા.

       ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ભારે ઉત્સાહ અને ઘસારો જોવા મળ્યો હતો.દરેક પક્ષના ઉમેદવારો તેમના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરતા તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા અને ઉમેદવારી નોંધાવી. સ્થળ પર મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો એકત્ર થતાં ઉત્સાહભેર વાતાવરણ સર્જાયું હતું.આ સાથે તાલુકા તથા જિલ્લા પંચાયતના ઉમેદવારો દ્વારા પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં ઉતરતા ચૂંટણીમાં રસપ્રદ ટક્કર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ફતેપુરા પોલીસ દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.

        ઉલ્લેખનીય છે કે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11મી છે, છતાં 10 રોજ દિવસે ઉમેદવારો દ્વારા સમર્થકો સાથે ભારે સંખ્યામાં પહોંચી શક્તિ પ્રદર્શન કર્યું હતું.

Share This Article