રાહુલ ગારી :- ગરબાડા
ચૂંટણી પૂર્વે ગરબાડા પોલીસ એક્શન મોડમાં: PI એસ.એમ. રાદડિયાના નેતૃત્વમાં નગરમાં યોજાયું ભવ્ય ફૂટ પેટ્રોલિંગ
દાહોદ તા. ૯
રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને અને પ્રજામાં સુરક્ષાનો ભાવ જાગે તે હેતુથી ગરબાડા પોલીસ દ્વારા નગરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.

પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો
ગરબાડા પોલીસ મથકના કાર્યદક્ષ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એસ.એમ. રાદડિયા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની શિસ્તબદ્ધ ટીમે ગરબાડા નગરના મુખ્ય માર્ગો, બજાર અને સંવેદનશીલ વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વો માથું ન ઉચકે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટેનો પૂર્વતૈયારીનો ભાગ છે. PI રાદડિયાની સરાહનીય કામગીરી
સ્થાનિક રહીશોમાં ગરબાડા પોલીસની આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે. ખાસ કરીને PI એસ.એમ. રાદડિયાના નેતૃત્વમાં પોલીસ ટીમ જે રીતે ખડેપગે રહીને પ્રજાની સુરક્ષા માટે કાર્ય કરી રહી છે, તેનાથી નગરમાં એક પ્રકારનો વિશ્વાસનો માહોલ ઉભો થયો છે. શિસ્ત, સાવચેતી અને “સેવા-સુરક્ષા-શાંતિ”ના સૂત્રને સાર્થક કરતી પોલીસ ટીમની આ ત્વરિત કાર્યવાહી ખરેખર બિરદાવવા લાયક છે.
