દાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ત્રણ વોર્ડમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા  દાહોદ નગરપાલિકાના 9 વોર્ડમાં 36 બેઠકો પૈકી સાતના નામ જાહેર, બાકીની 27 બેઠકો પર નામોને લઈ અટકળો તેજ 

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ નગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ત્રણ વોર્ડમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા 

દાહોદ નગરપાલિકાના 9 વોર્ડમાં 36 બેઠકો પૈકી સાતના નામ જાહેર, બાકીની 27 બેઠકો પર નામોને લઈ અટકળો તેજ 

દાહોદ તા.06

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. તે વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં પોતાની હાજરી નોંધાવી ઉમેદવારોની યાદી જાહેર કરી છે.દાહોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. પાર્ટી દ્વારા કુલ 7 ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે.

 

આ યાદીમાં વોર્ડ નંબર 4, 5 અને 8 માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સત્તાવાર રીતે આ યાદી જાહેર કરાતા સ્થાનિક રાજકારણમાં નવી ચેતના જોવા મળી રહી છે.પસંદગી પામેલા ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના સમર્થકો દ્વારા શુભેચ્છાઓ પાઠવી ઉજવણી કરવામાં આવી રહી છે.આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર થતાં હવે દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિકોણીય જંગ થવાની શક્યતા વધુ તેજ બની છે. હવે જોવાનું રહ્યું કે મતદારો કઈ પાર્ટી પર વિશ્વાસ મૂકે છે. પરંતુ આમ આદમી પાર્ટીએ દાહોદ નગરપાલિકાના 9 વોર્ડમાં 36 બેઠકો પૈકી સાતના નામ જાહેર કર્યા છે.જોકે બાકીની 27 બેઠકો પર નામોને લઈ અટકળો તેજ બની છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે બીજેપી-કોંગ્રેસ તેમના પેરામીટર મુજબ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે જોવું રહ્યું

Share This Article