રાજેશ વસાવે :- દાહોદ
*સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬*
*દાહોદ જિલ્લામાં મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા તેમજ સરઘસ નહી કાઢવા દેવા ઉપર પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિધ્ધ
દાહોદ તા. ૭
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા. ૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે.
આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ એપ્રીલ-૨૦૨૬ દરમિયાન જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ધ્યાને રાખી પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એકઠા થવા તેમજ સરઘસ નહી કાઢવા દેવા ઉપર સમગ્ર દાહોદ જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૭(૩) હેઠળ પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી દાહોદનાઓએ દરખાસ્ત કરેલ છે.
આથી જે.એમ.રાવલ(GAS), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૩૭(૩) અન્વયે એમને મળેલ સત્તાની રૂએ સમગ્ર દાહોદ જિલ્લાના વિસ્તારમાં નીચેનાં કૃત્યો કરવા/કરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
*પ્રતિબંધિત કૃત્ય*
દાહોદ જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તા.૦૬/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ ના ૨૪-૦૦ કલાકની મુદત (બન્ને દિવસો સહિત) સુધી સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસો એકત્રિત થવા તથા કોઈ સભા ભરવા કે સરઘસ કાઢવા મનાઈ ફરમાવવામાં આવે છે.
(આ આદેશો નીચેનાને લાગુ પડશે નહીં)
*અપવાદ*
આ હુકમમાંથી સરકારશ્રીના વિભાગો/કચેરીઓ દ્વારા આયોજિત કરવામાં આવનાર કાર્યક્રમો/રેલીને મુક્તિ આપવામાં આવે છે. તેમજ આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સ્મશાનયાત્રા, લગ્ન વરઘોડાને લાગુ પડશે નહી.
*અમલવારીનો સમય અને વિસ્તાર*
વિસ્તારમાં લાગુ પડશે સઆ જાહેરનામું તા.૦૬/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. અને સમગ્ર દાહોદ જિલ્લાના મહેસૂલી હદ
*શિક્ષા*
આ હુકમનો ભંગ કરનાર ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫(૩) મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ તથા પોલીસ એક્ટની કલમ ૧૩૫(૩) મુજબ શિક્ષા ને પાત્ર થશે.
આ હુકમ અન્વયે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના હોય તેવા પોલીસ અધિકારી/કર્મચારીઓને ફરિયાદ કરવા અધિકૃત કરવામાં છે એમ જાહેરનામા દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલ થકી જણાવાયું છે.
000
