બાબુ સોલંકી :- સુખસર
*સુખસર પી.આઈ. એસ.એસ. વરુને શ્રીફળ અને ફુલહારથી સન્માનિત કરી વિદાય અપાઈ*
સુખસર,તા.6
સુખસર પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. શ્રી એસ.એસ. વરુનો વિદાય સમારંભ ભાવભીનાં વાતાવરણમાં યોજાયો હતો.આ પ્રસંગે નવા પી.આઈ. શ્રી એમ.એમ. રાઠોડ તથા સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા તેમને ફુલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા.તેમજ શ્રીફળ અર્પણ કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વિદાય સમારંભ દરમ્યાન ઢોલના નાદ સાથે કાર્યક્રમને વિશેષ ઉમંગ અને ઉત્સાહ ભર્યો બનાવવામાં આવ્યો હતો.જેના કારણે સમગ્ર માહોલ ભાવુકતા સાથે આનંદમય બની ગયો હતો.કાર્યક્રમ દરમ્યાન સ્ટાફના સભ્યો દ્વારા પી આઇ વરુ સાથે કામ કરવાનો અનુભવ યાદગાર રહ્યો હોવાનું વ્યક્ત કરવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું જણાવાયું હતું.તેમજ ખાસ કરીને ચૂંટણી સમયે સુખસર તાલુકામાં ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી હોવાનું જોવા મળ્યું હતું.
આ પ્રસંગે પત્રકાર મિત્રોને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું.પોલીસ સ્ટાફ,સ્થાનિક આગેવાનો તથા ઉપસ્થિત નાગરિકોએ મળીને તેમને ભાવભીની વિદાય આપી અને શુભકામનાઓ પાઠવી હતી.
